સુરતઃ 21મી જૂનથી આદ્રા નક્ષત્રનો પ્રારંભ થશે. આ દિવસે સૂર્ય આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે જે ચોમાસાના આગમનને વધુ મજબૂત બનાવી શકે છે. ગુજરાતમાં જૈન સમુદાય આદ્રા નક્ષત્રની શરૂઆત સાથે કેરી, જાંબુ ખાવાનું બંધ કરે છે. આદ્રા નક્ષત્ર શુક્રવારે રાત્રે 12.08 કલાકે અસ્ત થશે. પુનર્વસુ નક્ષત્ર 5 જુલાઈથી શરૂ થશે જ્યારે પુષ્ય નક્ષત્ર 19 જુલાઈથી શરૂ થશે. દેશગુજરાત