સુરત: મુસાફરોની સુવિધા માટે અને તહેવારોની સિઝનમાં મુસાફરોના વધારાના ધસારાને દૂર કરવા માટે, પશ્ચિમ રેલવેએ ઉધના-ગોરખપુર વચ્ચે વધારાના ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન માટે વિશેષ ભાડું નક્કી કર્યું છે.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી વિનીત અભિષેક દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, વિશેષ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
ટ્રેન નંબર 09029/09030 ઉધના- ગોરખપુર સ્પેશિયલ [2 Trips]
ટ્રેન નં.09029 ઉધના – ગોરખપુર સ્પેશિયલ ઉધનાથી રવિવાર, 27 ઓક્ટોબર, 2024ના રોજ 23:20 કલાકે ઉપડશે અને મંગળવારે 04:00 કલાકે ગોરખપુર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09030 ગોરખપુર – ઉધના સ્પેશિયલ ગોરખપુરથી મંગળવાર, 29મી ઓક્ટોબર, 2024ના રોજ સવારે 07:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 13:00 કલાકે ઉધના પહોંચશે.
આ ટ્રેન માર્ગમાં સુરત, સયાન, અંકલેશ્વર, વડોદરા, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીના, વિરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી, કાનપુર સેન્ટ્રલ, લખનૌ, બારાબંકી, ગોંડા, માનકાપુર, બસ્તી અને ખલીલાબાદ સ્ટેશન બંને દિશામાં ઉભી રહેશે. .
આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ-ક્લાસ કોચનો સમાવેશ થાય છે.
ટ્રેન નંબર 09029 માટે બુકિંગ તાત્કાલિક અસરથી તમામ PRS કાઉન્ટરો અને IRCTC વેબસાઇટ પર ખુલ્લું છે.