વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદી કે જેમને બુધવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેઓની તબિયત સુધારા પર છે. પીએમ મોદીની માતા હીરાબેન મોદીની તબિયત સુધારા પર છે, એમ યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરે એક નિવેદનમાં જણાવ્યું હતું. આ પહેલા બુધવારે 100 વર્ષના હીરાબેનને સવારે તબિયત લથડી હતી […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદી કે જેમને બુધવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેઓની તબિયત સુધારા પર છે. પીએમ મોદીની માતા હીરાબેન મોદીની તબિયત સુધારા પર છે, એમ યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરે એક નિવેદનમાં જણાવ્યું હતું. આ પહેલા બુધવારે 100 વર્ષની ઉંમરના હીરાબેનને સવારે તબિયત લથડી હતી અને તેમને અમદાવાદની યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની માતાને મળવા અમદાવાદના યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર પહોંચ્યા હતા.