ગાંધીનગર: ગુજરાત રાજ્ય GST વિભાગે એક રિલીઝમાં જણાવ્યું છે કે તે B2C સેક્ટરમાં કરચોરી એટલે કે બિલ વગરના વેચાણને રોકવા માટે સતત કામ કરી રહ્યું છે.
આ દિશામાં લેવાયેલા સતત પગલાંના ભાગરૂપે, 11મી ડિસેમ્બર, 2024ના રોજ, વિભાગને મળેલી ચોક્કસ માહિતી અને વિગતવાર વિશ્લેષણના આધારે, ગ્રાહકોને ડિઝાઇનર ડ્રેસ સૂટ અને એસેસરીઝ ભાડે આપવાના વ્યવસાય સાથે સંકળાયેલા કુલ 43 વેપારીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા.
ગુજરાતના 9 શહેરોમાં હાથ ધરવામાં આવેલી કામગીરી દરમિયાન, બિનહિસાબી વેચાણ અને કર જવાબદારીના અંડર રિપોર્ટિંગ જેવી ગેરરીતિઓ ધ્યાનમાં આવી હતી અને અંદાજે રૂ. 6.70 કરોડની કરચોરી અને અંદાજિત રૂ. 8.50 કરોડની જવાબદારી શોધી કાઢવામાં આવી છે. વધુ તપાસ દરમિયાન આ રકમ વધે તેવી શક્યતા છે. રાજ્યના કર વિભાગે સરકારી આવકને બચાવવા અને વસૂલ કરવા માટે તમામ જરૂરી પગલાં લીધાં છે. દેશગુજરાત